દ્રવ્યમાન (mass) : પદાર્થના જડત્વનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિ. બધા જ ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. પદાર્થ સાથે સંકળાયેલી આ લાક્ષણિકતાને જડત્વ કહે છે અને પદાર્થનું તેનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિને દ્રવ્યમાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે; પરંતુ ખૂબ ઝડપથી ગતિ કરતા પદાર્થ(લગભગ પ્રકાશની ઝડપ જેટલી ઝડપ)નું દ્રવ્યમાન અચળ રહેતું નથી અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ મુજબ તે, ઝડપના મૂલ્ય સાથે નીચેના સૂત્ર પ્રમાણે બદલાય છે :
અહીં mo એ સ્થિર દ્રવ્યમાન (rest mass) અને c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે.
દ્રવ્યમાન m1 અને m2 ધરાવતા બે પદાર્થો પર એકસમાન બળ લાગુ પાડી તેમાં ઉદભવતા પ્રવેગનાં મૂલ્યો અનુક્રમે a1 અને a2 નોંધવામાં આવે તો,
આમ, જો બે પદાર્થમાંથી એક પદાર્થનું દ્રવ્યમાન જ્ઞાત હોય તો પ્રવેગના મૂલ્યના આધારે બીજા પદાર્થનું દ્રવ્યમાન નક્કી કરી શકાય છે. પ્રમાણભૂત દ્રવ્યમાનનું માપન આ રીતે કરવામાં આવે છે.
પદાર્થનું દ્રવ્યમાન એક સંરક્ષિત તત્ત્વ તરીકે અગત્ય ધરાવે છે, અર્થાત્ દ્રવ્યમાન ઉત્પન્ન થઈ શકતું નથી તથા તેનો નાશ થઈ શકતો નથી. કોઈ પણ વિયુક્ત (isolated) તંત્ર માટે દ્રવ્યમાન અચળ રહે છે. તંત્રને સાપેક્ષવાદની પરિસ્થિતિ લાગુ પડતી હોય એટલે કે પદાર્થની ઝડપ પ્રકાશની ઝડપના ક્રમની હોય ત્યારે દ્રવ્યનું ઊર્જામાં અને ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે છે. આવા વિયુક્ત તંત્ર માટે દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડતાં પહેલાં સમીકરણ E = mc2 અનુસાર ઊર્જાનું સમતુલ્ય દ્રવ્યમાનમાં રૂપાંતર કરવું જરૂરી
રશ્મિ ન. દવે