દાબખનિજો

March, 2016

દાબખનિજો (stress minerals) : વિકૃતીકરણ થવા માટેના સંજોગો (ઓછાવત્તા પ્રમાણમાં પ્રતિબળ–stress–ની હાજરી હોય એવા સંજોગો) હેઠળ તૈયાર થતાં ખનિજો ક્લોરાઇટ, ક્લોરિટૉઇડ, શંખજીરું, આલ્બાઇટ, એપિડોટ, એમ્ફિબોલ ખનિજો અને કાયનાઇટ જેવાં ખનિજો. આ પ્રકારનાં ખનિજો વિરૂપણ-પ્રતિબળ (shearing stress) દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોમાં બનતાં હોય છે. એવું ધારવામાં આવેલું છે કે પ્રતિબળની અસર નીચે કેટલાંક ખનિજોની વિકાસવૃદ્ધિ થાય છે, તો કેટલાંકમાં વિકાસઘટાડો થાય છે. વિકાસવૃદ્ધિ પામતાં ખનિજો દાબ-ખનિજો અને વિકાસઘટાડાવાળાં ખનિજો વિદાબ-ખનિજો કહેવાય છે; પરંતુ આ સંકલ્પનાની ખરાઈ (validity) માટે શંકા સેવવામાં આવેલી છે કારણ કે ઘણાં દાબખનિજો દાબવિહીન પર્યાવરણમાં પણ જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા