ત્રાજન ફોરમ, રોમ : પ્રાચીન રોમનાં લોકોપયોગી સંકુલોમાંનું એક વિશાળ તથા સુંદર ઇમારત-સંકુલ. તેની રચનામાં લંબચોરસની બે નાની બાજુ પર અર્ધગોળાકાર આકારમાં આવેલી દુકાનોવાળું સાર્વજનિક સ્થાન, ઉપર કમાનાકાર છતવાળી તથા વિવિધ નિસરણીઓ વડે સંકળાયેલ બે માળની દુકાનો, બે બાજુ અર્ધગોળાકારમાં ગોઠવેલા ઓરડાઓવાળું ત્રાજનનું સભાગૃહ, તેની પાસે ત્રાજનના સંસ્મરણાત્મક સ્તંભની બંને તરફ આવેલાં પુસ્તકાલયો તથા ત્રાજનના મંદિરનો સમાવેશ થાય છે. પ્રાચીન

ત્રાજન ફોરમ, રોમ
રોમમાં બજાર સાથે સંકળાયેલાં આવાં મકાનોથી બજાર સાર્વજનિક સ્થાન બની રહેતું. ઈ. સ. 98–113માં ત્યાંના રાજવી ત્રાજન દ્વારા દમાસ્કસના સ્થપતિ ઍપોલોડોરસની ડિઝાઇન પ્રમાણે તે બનાવાયું હતું. રોમન પ્રજા સ્થાપત્યમાં મોટા પ્રમાણમાપને વધુ મહત્વ આપતી તે ત્રાજનના ફોરમ પરથી સ્પષ્ટ જણાય છે.
હેમંત વાળા