તળેટી-હિમનદી

January, 2014

તળેટી-હિમનદી (piedmont glacier) : અલગ અલગ વહેતી બે કે વધુ ખીણ-હિમનદીઓ તેમના ઉપરવાસના ઓછાવત્તા સીધા ઢોળાવવાળા ખીણવિભાગોમાંથી હેઠવાસના પર્વતપ્રદેશના તળેટી-વિસ્તારમાં ભેગી થયા પછી

હિમાલયની તળેટી પ્રતિ વહેતી હિમનદી

હિમનદીના સ્વરૂપે વહેતો હિમજથ્થો. તળેટી-હિમનદી એ ખીણ હિમનદી (valley glacier) અને હિમચાદર (ice sheets) વચ્ચેનો પ્રકાર ગણાય છે. તે પર્વતપ્રદેશોના નીચાણવાળા, પ્રમાણમાં પહોળા વિસ્તારો પર ફેલાઈને વહે છે. અલાસ્કામાંની યાકુતાત નજીકની જાણીતી ‘માલાસ્પિના’ હિમનદીને આ પ્રકારમાં મૂકી શકાય.

ગિરીશભાઈ પંડ્યા