ડોબરે, ગ્રેબ્રિએલ ઑગસ્ટે (જ. 25 જૂન, 1814, મેટ્ઝ; અ. 29 મે 1896, પૅરિસ) : ફ્રેન્ચ ખાણ-ઇજનેર અને પ્રાધ્યાપક. તેમણે સપાટીજળ તેમજ ભૂગર્ભજળની ઉત્પત્તિ, વિતરણ અને ગુણધર્મોનું સંક્ષિપ્ત રૂપમાં સર્વેક્ષણ કરેલું. તે પ્રયોગાત્મક ભૂસ્તરશાસ્ત્રના આદ્ય પ્રણેતા હતા. તેમણે ખાસ કરીને વિકૃત ખડકોની ઉત્પત્તિ દરમિયાન ઘણી ઊંડાઈએ પાણીના ગરમ થવાની અસરો વિશે અભ્યાસ કરેલો અને તેના પરથી પ્રાદેશિક વિકૃતિ, સંસર્ગવિકૃતિ અને દાબવિકૃતિ વચ્ચેના તફાવતો સમજાવ્યા હતા.
ગિરીશભાઈ પંડ્યા