ડૉક વૉરન્ટ : ડૉક કંપની દ્વારા ગોદામમાં રાખવામાં આવેલા માલનો માલિકીહક દર્શાવતી રસીદ. આ રસીદ દ્વારા તેમાં જણાવેલ વ્યક્તિને અથવા માલના માલિક દ્વારા દર્શાવેલ ત્રાહિત પક્ષને ગોદીમાંથી માલ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આમ ડૉક વૉરન્ટ એ એક અગત્યનો દસ્તાવેજ છે. જો માલને ડૉક વૉરન્ટના આધારે બૅંક કે સંસ્થામાં ગીરો મૂકેલ હોય તો જ્યાં સુધી લોન વસૂલ ન થાય ત્યાં સુધી બૅંક કે સંસ્થા નાણાં વસૂલ કરવા માટે ડૉક વૉરંટ કંપનીને માલ ગોદામમાં રાખી મૂકવા માટે સ્ટૉપ ઑર્ડર બજાવી શકે છે.
પ્રવીણસિંહ કેસરસિંહ રાઠોડ