ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ

January, 2014

ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ : પ્રાચીન ગ્રીસ તથા રોમમાંની ઇમારતોનો એક પ્રકાર. તેમાં આવેલા સ્તંભની સંખ્યા પરથી તેની બાંધણી નક્કી થતી. જો ઇમારતની આગળ બે સ્તંભવાળો મંડપ હોય તો તે શૈલી ડાયસ્ટાઇલ તરીકે ઓળખાતી. દશ સ્તંભવાળી કે દશ સ્તંભની હારવાળી ઇમારતને ડેકાસ્ટાઇલવાળી ગણાતી. સ્તંભની સંખ્યા પરથી મકાનનું પ્રમાણ-માપ નક્કી થતું  હોવાથી પછી આ પ્રકારની ઓળખ સ્થાપત્યમાં પ્રચલિત બની.

હેમંત વાળા