ડન્ડૉલ્કનો ઉપસાગર : ઇંગ્લૅન્ડની પશ્ચિમે તથા આયર્લૅન્ડ પ્રજાસત્તાકની પૂર્વે આવેલા આઇરિશ સમુદ્રનો એક ભાગ. તે આશરે 53° 45´ થી 54° ઉત્તર અક્ષાંશ અને 6°થી 6° 15´ પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 90 મી. છે. તેના કાંઠાનો પ્રદેશ વિશાળ અને સમતલ છે. આ ઉપસાગરમાં ચાર નદીઓનાં પાણી ઠલવાય છે. તેની  ઉત્તરમાં કાર્લિંગફર્ડ સરોવર આવેલું છે. આ ઉપસાગરના મુખ પર ઈશાન આયર્લૅન્ડના લાઉથ પરગણાનું મુખ્ય વહીવટી મથક ડન્ડૉલ્ક આવેલું છે જે બંદર હોવા ઉપરાંત મહત્વનું રેલવે-જંક્શન પણ છે. આ નગર ડબ્લિનની ઉત્તરે 87 કિમી. અંતરે ડબ્લિન અને બેલફાસ્ટની વચ્ચે આવેલું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે