જળવિભાજક (watershedwaterdivide) : નદીનો જળવહન માર્ગ જે સ્થાનેથી વિભાજિત થતો હોય તેની ઉપરવાસનો જળપરિવાહ વિસ્તાર અથવા બે ભેગી થતી નદીઓનાં થાળાં કે ખીણપ્રદેશો વચ્ચે વિભાજિત રેખા (વિભાગ) બનાવતો ઊંચાણવાળો ભૂમિભાગ. જળવિભાજક આ રીતે બે નજીક નજીકની જળપરિવાહરચનાઓ વચ્ચે સરહદ બનાવી ઉપરવાસની બે નદીઓને અલગ પાડે છે. પાણીપુરવઠા ઇજનેરીમાં તે જળવિભાજક તરીકે અને જળનિયંત્રણ ઇજનેરીમાં તે જળપરિવાહવિસ્તાર કે જળપરિવાહથાળા કે જળસંચયવિસ્તારના બહોળા અર્થમાં ઓળખાવાય છે.

ગિરીશભાઈ પંડ્યા