જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ) : સં. जम्बीर निम्बू; હિં. जमीरी नीबू, बडा निम्बू; મ. इडलींबु; લૅ. Citrus. limon Linn; Citrus medica varlimonium. આ લીંબુ જરા ભારે, ખાટાં, તીક્ષ્ણ, વિપાકી, ઉષ્ણવીર્ય (ગરમ), કફ અને વાતદોષશામક, રુચિકર્તા, ક્ષુધાવર્ધક, પાચનકર્તા, અનુલોમક, પિત્તસારક, હૃદય માટે હિતકર હોય છે. કફ-નિ:સારક તથા અરુચિ, તૃષા, વમન, અગ્નિમાંદ્ય, અજીર્ણ, વિબંધ, યકૃતદોષ, હૃદયશૂળ, આમદોષ, મુખ બેસ્વાદ થવું, ઉધરસ, શ્વાસ, ઊબકા વગેરે મટાડનાર છે. તે વર્ણ્ય, બલકર અને ધાતુસંતર્પક છે.
બળદેવપ્રસાદ પનારા