ચાલ્કોપાઇરાઇટ : તાંબાનું ખનિજ. રાસા. બં. : CuFeS2; સ્ફ.વ. ટેટ્રાગોનલ; સ્ફ. સ્વ. : ટેટ્રાહેડ્રનની માફક સ્ફિનૉઇડ ફલકો રૂપે, સ્ફિનૉઇડ ફલક સપાટીઓ રેખાંકનોવાળી, એકબીજાને સમાંતર વિકસેલા સ્ફટિકો, ક્યારેક જૂથમાં મળતા સ્ફટિકો; જથ્થા રૂપે મળે ત્યારે ઘનિષ્ઠ; ક્યારેક દ્રાક્ષના ઝૂમખા જેવા તો ક્યારેક વૃક્કાકાર એટલે કે મૂત્રપિંડના આકારના; યુગ્મતા (112), (012) ફલક પર આધારિત; સંભેદ : ક્યારેક સ્પષ્ટ (011); ભં.સ. : ખરબચડી, બરડ; ચ. : ધાતુમય; રં. પિત્તળ જેવો પીળો, હવામાનની અસર હેઠળ ખુલ્લો રહેતાં રંગવૈવિધ્ય બતાવે; ચૂ.રં. : લીલાશ પડતો કાળો; ક. : 3.5થી 4; વિ.ઘ : 4.35 થી 4.40; પ્ર. સં. : -ve; પ્રા. સ્થિ. : તાંબાના ઘણા અગત્યના ખનિજ તરીકે બહોળા પ્રમાણમાં પ્રાપ્ય, ઊંચાથી મધ્યમ ઉષ્ણતામાનવાળા સલ્ફાઇડ ધાતુખનિજજન્ય; પ્રા. સ્થાનો : યુ.એસ. (ઍરિઝોના, ન્યૂમેક્સિકો, યૂટા, મૉન્ટાના અને ટેનિસી); કૅનેડા, મેક્સિકો, ચીલી, પેરુ, ઇંગ્લૅન્ડ, સ્પેન, ફ્રાન્સ, ઇટલી, જર્મની, ઑસ્ટ્રિયા, ચેક અને સ્લોવાકિયા, નૉર્વે, સ્વીડન, જાપાન, ટસ્માનિયા, ઑસ્ટ્રેલિયા, ભારતમાં બિહારના મોસાબાની ક્ષેત્રમાં અને રાજસ્થાનના ખેતરી ક્ષેત્રમાં તાંબાની ખાણોમાંથી તે મળી રહે છે. તેનો ઉપયોગ તાંબું મેળવવા માટે થાય છે.

ગિરીશભાઈ પંડ્યા