ચવક : આયુર્વેદિક ઔષધિ. સં. चविका, चव्य; હિં. चवक; લૅ. Piper chaba. ચવકમાં પીપરીમૂળ જેવા કફવાત-દોષશામક, પિત્તવર્ધક, દીપન, પાચન, વાતાનુલોમન, યકૃદુત્તેજક, કૃમિઘ્ન તથા હરસનાશક જેવા ખાસ ગુણ છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, ઝાડા, ઉદરરોગ, કિડની(વૃક્ક)ના રોગો, ઉધરસ, શ્વાસ, જૂની શરદી, જળોદર, ઊલટી, કફજ પ્રમેહ, મેદરોગ, સંગ્રહણી, ક્ષય તથા મદ્યવિકારને મટાડે છે. તેમાંથી બનતી ‘ચવિકાસવ’ દવા ઉત્તમ પાચનશક્તિવર્ધક છે.
બળદેવપ્રસાદ પનારા