ચક્રવર્તી, પરમાનંદ (ઈ.સ. ચૌદમીથી સોળમી સદીની વચ્ચે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ કાવ્યપ્રકાશ ઉપર विस्तारिका નામની ટીકાના લેખક. તે સંભવત: બંગાળના નૈયાયિક હતા. ઈશાન ન્યાયાચાર્યનો તે પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે. ગદાધરે આપેલાં 14 લક્ષણોમાં સમાવિષ્ટ चक्रवर्तिलक्षणम् તેમનું રચેલું હોવાનું મનાય છે. ઉપરાંત તેમણે ‘નૈષધચરિત’ મહાકાવ્ય ઉપર એક ટીકા લખી હતી.
મકરન્દ બ્રહ્મા