ઘર્ષણક્રિયા (abrasion) : નદીજળ દ્વારા થતી વહનક્રિયામાં ખનિજકણોની પરસ્પર ભૌતિક અથડામણથી થતો ઘસારો. આ પ્રકારના પરિબળથી કણોના પરિમાણમાં ક્રમશ: ઘટાડો થતો જાય છે, કણો ગોળાકાર બને છે અને ક્યારેક તેમનું ચૂર્ણમાં રૂપાંતર પણ થાય છે. પવન દ્વારા વેગથી ઊડી આવતા કણો જ્યારે આ જ રીતે પરસ્પર અથડાઈને ઘસાય ત્યારે તે ક્રિયા સન્નિઘર્ષણ (attrition) તરીકે ઓળખાય છે. બેસાલ્ટ અને ગ્રૅનાઇટ સન્નિઘર્ષણનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.
ગિરીશભાઈ પંડ્યા