ગ્રહણચક્ર (saros) : પૃથ્વી ઉપરના કોઈ નિશ્ચિત સ્થળેથી જોવા મળતી સૂર્યચંદ્રગ્રહણશ્રેણીઓનો આવર્તનકાળ. કઈ અમાસે આપણને સૂર્યગ્રહણ અને કઈ પૂનમે ચંદ્રગ્રહણ દેખાશે તેનો સમગ્ર આધાર, તે યુતિ સમયે ચંદ્રની પાતરેખા (line of nodes) તેમજ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની રેખા એકાકાર (coincide) થાય છે કે કેમ તેની ઉપર છે.
સૂર્યચંદ્રની યુતિ એટલે અમાસ કે પૂનમ સાથે બદલાતા સંયુતિમાસ- (synodic month)ની કાલાવધિ લગભગ 29.531 દિનની છે, જ્યારે ચંદ્રભ્રમણકક્ષાના આરોહીપાત(રાહુ)ને કે અવરોહીપાત(કેતુ)ને પરિભ્રમણનું આરંભસ્થાન ગણતાં મળતો ચંદ્રનો પાતિક માસ (nodical month) લગભગ 27.212 દિવસ જેટલો હોય છે. બંને પ્રકારના ચાંદ્ર માસને કારણે પૃથ્વી ઉપરથી દેખાતાં સૂર્યચંદ્રગ્રહણોમાં વૈવિધ્ય આવે છે. એટલે જ્યારે તેમની પૂર્ણાંક સંખ્યાઓ એકસરખો સમયગાળો દર્શાવે ત્યાર પછી નવું ગ્રહણચક્ર શરૂ થાય છે. આ વ્યાખ્યા પ્રમાણે ગહણચક્રની કાલાવધિ નીચે મુજબ આવે છે :
એટલે ગ્રહણચક્રની વાસ્તવિક કાલાવધિ 18 વર્ષ અને 11.3 દિવસની મનાય છે.
પ્ર. દી. અંગ્રેજી