ખંડીય ઢોળાવ : ખંડીય છાજલી પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીના પ્રમાણમાં તેનો ઢોળાવ વધુ હોય છે. ખંડીય ઢોળાવ 180 મી. માંડીને 3600 મી. સુધી વિસ્તરેલો સમુદ્રતળ ભાગ છે. વીસમી સદી દરમિયાન દૂર દેશોના સંદેશાવ્યવહાર માટે અહીં કેબલ નાખવામાં આવ્યા હતા, જેનું સ્થાન હવે ઉપગ્રહોએ લીધું છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે