ક્ષારપાણિ (ઈ. પૂ. 1000) : ક્ષારપાણિ પુનર્વસુ આત્રેયના છ શિષ્યોમાંના એક. આત્રેય પાસેથી તેમને આયુર્વેદનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે ‘ક્ષારપાણિ તંત્ર’ અથવા ‘ક્ષારપાણિ સંહિતા’ લખી છે જે આજે પ્રાપ્ય નથી પણ ‘ક્ષારપાણિ સંહિતા’ના સંદર્ભો જેજ્જટ, ચક્રપાણિ, ડલ્હણ, અરુણદત્ત, વિજયરક્ષિત, શ્રીકંઠ દત્ત તથા નિશ્ચલકર જેવા ટીકાકારોએ ટીકામાં આપ્યા છે.
હરિદાસ શ્રીધર કસ્તૂરે