ક્યૂપોલા : અંતર્ભેદનનો એક લાક્ષણિક પ્રકાર. વિશાળ વિસ્તારને આવરી લેતા આગ્નેય અંતર્ભેદનના મૂળ જથ્થામાંથી અલગ પડી ગયેલો, પ્રમાણમાં નાનો ઘૂમટ આકારનો ઊપસી આવેલો વિભાગ. સંભવત: બૅથોલિથ જેવાં વિશાળ અંતર્ભેદનોનાં સ્ટૉક અને બૉસ જેવાં નાનાં અંતર્ભેદનોનાં સ્વરૂપોને ક્યૂપોલા તરીકે ઓળખાવી શકાય.
સ્થાપત્યમાં છાપરા ઉપર બાંધેલો નાનો ઘૂમટ અથવા મિનારો ક્યૂપોલા કે ક્યૂપલા તરીકે ઓળખાય છે.
ગિરીશભાઈ પંડ્યા