કોકડવું (leaf curl) : અન્ય નામ કુંજરો. રોગકારક : વિષાણુ (virus). લક્ષણો : રોગયુક્ત પાન નાનાં, જાડાં, ખરબચડાં બનીને કોકડાઈ જાય છે. પાનની નસો પણ જાડી અને વાંકીચૂકી થઈ જાય છે. કોઈક વખતે પાનની નીચેના ભાગમાં કાનપટ્ટી જેવી વૃદ્ધિ પણ જોવા મળે છે.
રોગપ્રેરક બળો : સફેદ માખીનો ઉપદ્રવ રોગ ફેલાવે છે. ઝાડનો નીચેનો છાંયડો અને સૂકું વાતાવરણ રોગવૃદ્ધિમાં મદદ કરે છે.
ઉપાયો : રોગમુક્ત વિસ્તારનાં બીજ કે છોડની પસંદગી, રોગિષ્ઠ છોડનો નાશ અને કીટકનાશક દવાઓથી સફેદ માખીનું નિયંત્રણ રોગપ્રસારણ અટકાવે છે.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ
વી. એ. સોલંકી