કૉલ્વાઇલ ડેવિડ ઍલેક્ઝાન્ડર

January, 2008

કૉલ્વાઇલ, ડેવિડ ઍલેક્ઝાન્ડર (જ. 24 ઑગસ્ટ 1920, ટોરૉન્ટો, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 2013,નોવા સ્કોટિયા) : કેનેડાના પ્રભાવવાદી ચિત્રકાર. નોવા સ્કોટિયાના ઍમ્હર્સ્ટ ખાતે તેમનું બાળપણ વીતેલું. ચિત્રકાર સ્ટેન્લે રોયાલ (Stanley Royle) પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1942માં કૅનેડાની સરકારે રાજ્યના અધિકૃત ચિત્રકાર તરીકે કોલ્વાઇલની નિમણૂક કરી. 1950થી 1963 સુધી તેમણે કૅનેડાની માઉન્ટ ઍલિસન યુનિવર્સિટી ખાતે ચિત્રકલાના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1963 પછીથી તેઓ પૂર્ણ સમયના ચિત્રકાર તરીકે સર્જન કરે છે. પ્રભાવવાદી શૈલીમાં કૅનેડાની પ્રકૃતિનું આલેખન કૉલ્વાઇલની કલાનો મુખ્ય વિષય રહ્યો છે.

અમિતાભ મડિયા