કૉન્ટૅક્ટ લેન્સ : આંખની કીકી ઉપર લગાડીને પહેરવાનો ર્દક્કાચ. તેને સ્પર્શર્દક્કાચ (contact lens) કહે છે. તેના વિવિધ પ્રકારો છે.
આંખની વક્રીભવનની ખામી(error of refraction)ને કારણે ઝાંખું દેખાતું હોય તો યોગ્ય ચશ્માં અથવા કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી તે ખામી દૂર થાય છે. આ ઉપરાંત તે આંખના પોપચાની ગેરહાજરી
સારણી : કૉન્ટૅક્ટ લેન્સના પ્રકારો
કઠણ ર્દક્કાચ (hard lens)
કડક તથા વાયુપારગમનશીલ ર્દક્કાચ (rigid gas permeable lens, RGPL) ફ્લ્યુરોકાબર્ન લેન્સ મૃદુ (soft) ર્દક્કાચ |
કે રોગથી કીકીને નુકસાન થતું અટકાવે છે. તેના અન્ય ઉપયોગો પણ છે, જેમ કે તે આંખની કીકીમાંના પારદર્શક પટલ(સ્વચ્છા, cornea)માં કાણું હોય કે કોઈ ભાગ નબળો હોય તો તેને ઢાંકે છે. જો તેનું ઉપલું પડ (અધિચ્છદ, epithelium) ઢીલું હોય તો તેને ટેકો આપે છે. સ્વચ્છા પર ફોલ્લા કે ઉઝરડો પડવાથી અને શસ્ત્રક્રિયાને કારણે થતો દુખાવો કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી ઘટે છે. સ્વચ્છાની સપાટી અનિયમિત હોય તો આંખની અંદરના ર્દષ્ટિપટલ (retina) પર પડતી છબી અનિયમિત આકારની હોય છે. તેને વિષમબિન્દુતા (astigmatism) કહે છે. ર્દઢ કૉન્ટૅક્ટ લૅન્સ તે વિકારમાં ઘણો ઉપયોગી છે. આલ્કલીથી થતા દાહ(alkali burns)ના કિસ્સામાં પણ તે ઉપયોગી છે. ક્યારેક તેનો ઉપયોગ આંખમાં ઓછી માત્રામાં નિયમિત રૂપે દવા આપવા માટે પણ થાય છે.
આંખના આગળના ભાગનો ઊભો છેદ તથા ખુલ્લાં પોપચાં વચ્ચે દેખાતી આંખ : (1) સ્વચ્છા (comea), (2) કૃષ્ણમંડળ (iris), (3) કનીનિકા (pupil) (1, 2, 3) કીકી (4) નેત્રમણિ (lens), (5) શ્વેતપટલ (sclera), (6) કૉન્ટૅકટ લેન્સ, (7) પોપચાં અને (8) પાંપણ
કઠણ કૉન્ટૅક્ટ લેન્સ પૉલિમિથાઇલ મિથએક્રાઇલેટ(PMMA)માંથી બને છે, તેમને સહેલાઈથી જુદો જુદો આકાર આપી શકાય છે તથા તે હલકા વજનના છે; પરંતુ તેમનામાંથી હવાનું આવાગમન શક્ય નથી થતું. વળી તેમાં ગરમી કે વિકિરણન(irradiation)થી બગાડો થાય છે. તેને કારણે હાલ કઠણ કૉન્ટૅક્ટ લેન્સને સ્થાને કડક વાયુપારગમનશીલ કૉન્ટૅક્ટ લેન્સ વપરાય છે.
કડક તથા વાયુપારગમનશીલ ર્દક્કાચ (RGPL) : કૉન્ટૅક્ટ લેન્સમાં થઈને ઑક્સિજન પસાર થવો જરૂરી ગણાય છે. લેન્સની ઑક્સિજન માટેની પારગમ્યતા(permeability)ને DK મૂલ્ય દ્વારા દર્શાવવામાં આવે છે. તે માટે વિવિધ સંમિશ્રણો (formulations) તૈયાર કરવામાં આવેલાં છે. મૂળ PMMAને સ્થાને સૌપ્રથમ સેલ્યુલોઝ એસિટેટ બ્યુટારેટ વપરાતું પરંતુ તેમાં કૉન્ટૅક્ટ લેન્સની કઠણતા ઘટી ગઈ. હાલ PMMAના મિથ-એક્રાઇલેટના પૃષ્ઠદંડ (back bone) પર સિલૉક્સોનને ઉમેરવાથી 60 જેટલા ઊંચા DK મૂલ્યવાળા કૉન્ટૅક્ટ લેન્સ મળે છે. PMMAવાળા લેન્સ પહેરવાથી થતો સ્વચ્છા પર સોજો આ પ્રકારના લેન્સ પહેરવાથી થતો નથી કેમ કે તેમના દ્વારા સ્વચ્છાને ઑક્સિજન મળ્યા કરે છે. વક્રીભવનની ખામીને કારણે જ્યારે ચશ્માંના નંબર વધારે હોય અથવા દૂર અને નજીક એમ બંને પ્રકારની ર્દષ્ટિની ખામીને દૂર કરવાના સંયુક્ત (bifocal) લેન્સની જરૂર હોય ત્યારે સિલિકોન એક્રાઇલેટનો ઉપયોગ કરવાના પ્રયોગો ચાલે છે.
ફ્લ્યુરોકાર્બન લેન્સ : તેમનું DK મૂલ્ય 90થી 100 છે અને તેમને 0.15 mm જેટલા પાતળા બનાવી શકાય છે. અને તે કઠણ લેન્સ કરતાં ઓછી તકલીફ આપે છે. તેમાં વપરાતું સિલિકોન રબર ઑક્સિજનના પારગમનને સરળ બનાવે છે. તેને વિવિધ આકાર પણ આપી શકાય છે પરંતુ તે પાણીથી પલળતા નથી. ચરબી શોષે છે અને તેમનાં પરિમાણોમાં સમય સાથે ફેરફાર થાય છે. તેથી તેમનો તબીબી ઉપયોગ ઓછો છે.
મૃદુ ર્દક્કાચ : તેના પણ વિવિધ પ્રકારો ઉપલબ્ધ છે, જેમ કે હાઇડ્રોજેલ, સિલિકોન, ફ્લોરાઇનવાળા, કોલેજન વગેરે. મોટાભાગના મૃદુ લેન્સમાં હાઇડ્રોજેલ હોય છે. તેમનું આદિરસાયણ (prototype), 2-હાઇડ્રૉક્સિ મિથાઇલ મિથ-એક્રાઇલેટ છે. તે લૂગદી(gel) સ્વરૂપમાં હોય છે અને જલગ્રાહી (hydrophilic) હોય છે તેથી તેમને જલગ્રાહી લૂગદી (hydrogel) પ્રકારના મૃદુ લેન્સ કહે છે. તેમની ઑક્સિજન માટેની પારગમનશીલતા તેમની જલગ્રાહિતા પર આધાર રાખે છે. હાલ મૃદુ લેન્સ વધુ વપરાય છે. તે વક્રીભવનની મોટાભાગની ખામીઓ દૂર કરે છે. પરંતુ તે પ્રૌઢાવસ્થાની ર્દષ્ટિખામી (બેતાળાંના નંબર) તથા અનિયમિત સપાટીવાળી સ્વચ્છાને કારણે ઉદભવતી વિષમબિન્દુ નામની ર્દષ્ટિની અતિશય ખામી(high astigmatism)માં ક્યારેક ઓછા ઉપયોગી રહે છે. તે પહેરવા સરળ છે અને તે સહેલાઈથી ગોઠવાય છે. પરંતુ તેમને જલદીથી નુકસાન થતું હોય છે અને તેમની સ્વચ્છતા માટે કાળજી પણ વધુ પ્રમાણમાં લેવી પડે છે. હાઇડ્રોજેલ પ્રકારના મૃદુ લેન્સના પણ વિવિધ ઉપપ્રકારો હવે ઉપલબ્ધ છે.
સૌથી વધુ વપરાતા હાઇડ્રોજેલ પ્રકારના લેન્સ કંદુકીય (spherical) પ્રકારના +20થી -20 ડાયોપ્ટરના હોય છે. +7થી -8 ડાયોપ્ટરવાળા લેન્સમાં વિવિધ વક્રત્રિજ્યાઓ (curve radii) અને વિવિધ વ્યાસની લંબાઈ તથા જાડાઈવાળા લેન્સ પણ મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં આટલી વિવિધતા ર્દષ્ટિની ખામી દૂર કરવામાં ઉપયોગી રહે છે.
અન્ય પ્રકારો : રોજ પહેરવાના અને કાઢવાના લેન્સને બદલે સતત લાંબો સમય પહેરી રાખવાના લેન્સ ઉપલબ્ધ થયા છે. જોકે આવા લેન્સમાંથી ઑક્સિજન સહેલાઈથી પ્રસરવો જોઈએ અને તેમનું કીકી પર થોડુંઘણું પણ છૂટથી થતું હલનચલન હોવું જોઈએ જેથી તેમની પાછળ કચરો ન જામે. યોગ્ય કિસ્સામાં જો તેનો ઉપયોગ ન થયો હોય તો સ્વચ્છામાં ઈજા, સોજો અને ચેપ પણ લાગે છે. હવે ફક્ત એક જ વખત ઉપયોગ કરવાના (સકૃતપ્રયોગી, disposable) લેન્સના પ્રયોગો પણ શરૂ થયા છે.
રોહિત દેસાઈ
અનુ. શિલીન નં. શુક્લ