કૉંગ્લોમરેટ : રુડેસિયસ પ્રકારનો જળકૃત ખડક. તેના બંધારણમાં રહેલાં ખનિજો કે ખડકોના ટુકડાઓનાં કદ 2.00 મિલીમિટરથી વધુ અને આકાર ગોળ હોય છે. ટુકડાઓનો ગોળ આકાર તેમની લાંબા અંતરની વહનક્રિયાનો નિર્દેશ કરે છે. કણરચના પ્રમાણે કૉંગ્લોમરેટના (1) orthoconglomerate – grain-supported અને (2) para-conglomerate – mud-supported એમ બે પ્રકાર છે. બંધારણ મુજબ કૉંગ્લોમરેટના (1) polymictic – વિષમ બંધારણવાળા અને (2) oligomictic – સમ બંધારણવાળા એ પ્રમાણેના બે પ્રકાર છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે