કેન્દ્રાપસારી જળપરિવાહ : જળપરિવાહનો એક પ્રકાર. ઘુમ્મટ આકારના ઉચ્ચપ્રદેશોમાંથી આ પ્રકારના જળપરિવાહ વિકાસ પામે છે. કોઈ પણ વિસ્તારમાં જ્યારે કેન્દ્રીય ભાગમાંથી ઝરણાં જુદી જુદી દિશામાં વહન કરે ત્યારે આ પ્રકારની જળપરિવાહ-રચના તૈયાર થાય છે. શંકુ આકારના જ્વાળામુખી પર્વતોના વિસ્તારમાં પણ આ પ્રકારની જળપરિવાહ-રચના વિકસેલી જોવા મળે છે.
સૌરાષ્ટ્ર, શ્રીલંકા તથા ઇંગ્લૅન્ડના લેક ડિસ્ટ્રિક્ટ વિસ્તારમાં કેન્દ્રાપસારી જળપરિવાહ જોવા મળે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે