કૂકની સામુદ્રધની : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુ અને દક્ષિણ ટાપુને જુદો પાડતો જલવિસ્તાર. તેની ઓછામાં ઓછી પહોળાઈ 25 કિલોમીટર છે. આ સામુદ્રધુની વાયવ્યમાં આવેલા ટસ્માન સમુદ્રને અગ્નિદિશામાં આવેલા દક્ષિણ પૅસિફિક મહાસાગર સાથે જોડે છે. તેના કિનારે અનેક ફિયોર્ડ જોવા મળે છે.
આ સામુદ્રધુની પર આવેલ ન્યૂઝીલૅન્ડની રાજધાની વેલિંગ્ટન અને દક્ષિણ ટાપુ પર આવેલ નેલ્સન મહત્વનાં બંદરો અને મોટાં શહેરો છે. પિકટોન અને વેલિંગ્ટન ફેરી દ્વારા જોડાયેલાં છે. આ સામુદ્રધુનીની શોધ 1769માં કૅપ્ટન જેમ્સ કૂકે કરી હતી.
વસંત ચંદુલાલ શેઠ