કુલોમ્બ : 0.001118 ગ્રામ ચાંદી અથવા 0.00014 ગ્રામ હાઇડ્રોજન મુક્ત કરવા માટે અથવા એક સેકંડ માટે એક એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવા વપરાતો વિદ્યુતનો જથ્થો અથવા 6.24 × 1018 ઇલેક્ટ્રૉન પરનો વિદ્યુતભાર. તેથી,
એમ્પિયર × સેકંડ = કુલોમ્બ
મેટ્રિક પદ્ધતિમાં વિદ્યુતના જથ્થાને સ્ટેટ કુલોમ્બ (stat coulomb) પણ કહે છે. કુલોમ્બના દશમા ભાગને એબ કુલોમ્બ કહે છે, પણ પ્રાયોગિક કાર્ય માટે વિદ્યુતભારના મોટા એકમની જરૂર હોવાથી તે માટે કુલોમ્બ એકમ તરીકે વપરાય છે. તેમનો સંબંધ નીચે પ્રમાણે છે.
1 કુલોમ્બ = 3 × 109 સ્ટેટ કુલોમ્બ = 10 એબકુલોમ્બ. આથી મોટો એકમ એક ફેરાડે છે, જે 1 મોલ ઇલેક્ટ્રૉન (6.02 × 1023) પરના વિદ્યુતભાર માટે વપરાય છે. 1 ફેરાડે = 96487 કુલોમ્બ. કુલોમીટરની મદદથી જમા થયેલ ચાંદીના વજન પરથી અથવા ઉત્પન્ન થયેલા હાઇડ્રોજનના કદમાપનથી પસાર થયેલા કુલોમ્બનું મૂલ્ય મેળવી શકાય છે.
ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ