કાર્નોટાઇટ : રા. બં. – K2(UO2)2(VO4)2 1-3H2O; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – ર્હોમ્બોઇડલ કે ડાયમંડ આકારના ‘b’ અક્ષ પર લંબાયેલા ચપટા સૂક્ષ્મ સ્ફટિકો વેરવિખેર જથ્થામાં, આવરણ સ્વરૂપે, ચૂર્ણ સ્વરૂપે અથવા સૂક્ષ્મ સ્ફટિકમય સમૂહ તરીકે; રં. – સોનેરી કે ખુલ્લો લાલાશ પડતો પીળો; સં. – (001) સ્વરૂપને સમાંતર
સુવિકસિત, અબરખની જેમ; ચ. – સ્ફટિકો : મૌક્તિક, જથ્થામય, ચળકાટવિહીન કે માટી જેવા; ક. – અનિર્ણીત, નરમ; વિ. ઘ. – 4.70; પ્ર. અચ. – (ક) વક્રી. α = 1.750-1.780; β = 1.901-2.06; γ = 1.92-2.08, (ખ) 2v = 430-600; પ્ર.સં. – દ્વિઅક્ષી -ve; પ્રા. સ્થિ. – છૂટાછવાયા આવરણ તરીકે કૉલોરાડો ઉચ્ચ સપાટ પ્રદેશના ટ્રાયાસિક અથવા જુરાસિક વયના રેતીખડકોમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે