ઓલેનેક : રશિયાના મધ્ય સાઇબીરિયાના ઉચ્ચપ્રદેશ પર આવેલી નદી. તે બુકોચન પર્વતમાળાના દક્ષિણ ઢાળ પરથી વહે છે. તે કુલ 2,270 કિમી. લાંબી છે તથા તેના જળપ્રવાહનો કુલ વિસ્તાર 2,19,000 ચોકિમી. છે. તે મુખ્યત્વે રશિયાના યાકુત સ્વાયત્ત સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાકના પ્રદેશમાં વહે છે. સુખાના સુધીનો તેનો પ્રવાહ નૌકાવહનક્ષમ છે. તેનો ઉપલો માર્ગ ધોધ તથા વેગીલા પ્રવાહવાળો છે. આર્ગાસાલા સાથેના તેના સંગમ પછીના પ્રદેશમાં તેની ખીણ વધુમાં વધુ પહોળી થતી જાય છે. ઉત્તર સાઇબીરિયાના નીચાણવાળા વિસ્તારને પાર કર્યા પછી આ નદી લૅપટેવ સમુદ્રને મળે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે