ઑસ્ટ્રોગૉથ : પ્રાચીન યુરોપની ‘ગૉથ’ નામની પ્રસિદ્ધ જાતિની પૂર્વીય શાખા. ઈસુની પાંચમી સદીના અંતભાગમાં આ ઑસ્ટ્રોગૉથ જાતિના લોકોએ ઇટાલી જીતી લીધું અને એમના નેતા થિયૉડોરિકે ઇટાલી, સિસિલી અને ડાલમેશિયામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું, જે ઈ. સ. 555 સુધી ચાલુ રહ્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી