એન્ટાબ્લેચર : સ્તંભો ઉપર આધારિત ઇમારતનો છતનો ભાગ. તે કૉરિન્થિયન, આયોનિક કે ડોરિક આર્ડરના સ્થાપત્યમાં જોવા મળે છે.

એન્ટાબ્લેચર : કૉરિન્થિયન શૈલીમાં
મુખ્યત્વે તેના ત્રણ ભાગ હોય છે – કૉર્નિસ, ફ્રીઝ અને આર્કાઇટ્રેવ. આ પૈકી કૉર્નિસ અને આર્કાઇટ્રેવમાં સિમારેક્ટા, ફાસિઆ, મોડિલ્લિઅન્સ, ઑવોલો, ડેન્ટિલ્સ, સિમા રિવર્સા અને ઍસ્ટ્રેજલ જેવાં અંગો હોય છે.
થૉમસ પરમાર