એનોર્થોસાઇટ : અગ્નિકૃત પ્રકારનો પૂર્ણ, સ્ફટિકમય કણરચનાવાળો બેઝિક અંત:કૃત ખડક. તે લગભગ સંપૂર્ણપણે એક જ ખનિજનો બનેલો હોય છે. આ ખનિજ પ્લેજિયોક્લેઝ છે. તેનું ખનિજબંધારણ લેબ્રેડોરાઇટ અથવા એન્ડેસીન લેબ્રેડોરાઇટ ગાળાનું હોય છે. ખડકનો રંગ સફેદ કે રાખોડી હોય છે. તે થોડા સેન્ટિમિટરની જાડાઈવાળા પડથી માંડીને ખૂબ જ મોટા જથ્થાઓમાં મળી આવે છે.
કોઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા દ્વારા એનોર્થોસાઇટ ખડકનું નિર્માણ થયાનું ફક્ત અનુમાન જ છે. આથી ભૂસ્તરશાસ્ત્રમાં આ અંગેનું ઘણું વિસ્મય છે. મોટાભાગના ખડકો પ્લેજીયોક્લેસ વિભાજીત સ્ફટિકોની ઘનતાને આધારે નિર્માણ પામ્યા હોય છે.ચંદ્રની સપાટી પરથી ચેદ્રયાન મિશન (એપોલો-15) દ્વારા એનોર્થોસાઇટ ખડક મેળવવામાં આવ્યો છે. આ ખનિજનો ઉપયોગ મકાન બાંધવામાં, Gem Stone ઍલ્યુમિનિયમ ધાતુના કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતી Orc (કાચી ધાતુ)માં થાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે