એનોર્થોક્લેઝ

January, 2004

એનોર્થોક્લેઝ : (આલ્કલી ફેલ્સ્પાર વર્ગ) સોડા માઇક્રોક્લિન – માઇક્રોક્લિનનો એક પ્રકાર. રા. બં. – (NaK)AlSi3O8; સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. ટૂંકા પ્રિઝમ, ‘b’ સ્ફટિક અક્ષને સમાંતર ચપટા મેજ આકારના સ્ફટિક કે દળદાર. કાર્લ્સબાડ, બેવેનો, માનેબાક પ્રકારની સાદી કે પુનરાવર્તિત યુગ્મતા; રં. – રંગવિહીન, સફેદ, ભૂખરો, પીળાશ કે રાતાશ પડતો, લીલો; સં. – વિકસિત (001) અને (010); ચ. – કાચમય, સંભેદ સપાટી પર મૌક્તિક; ભં. સ.  ખરબચડી, બરડ; ચૂ.  સફેદ; ક. 6થી 6.5; વિ. ઘ.  2.56થી 2.62; પ્ર. અચ. – (અ) વક્રી.  α = 1.518થી 1.527, β = 1.522થી 1.532, γ = 1.522થી 1.534, (બ) 2V – 18oથી 54o; પ્ર. સં. – દ્વિઅક્ષી (- ve); પ્રા. સ્થિ. – લોર્વિકાઇટ, ટ્રેકાઇટ, ઍન્ડેસાઇટ, ફોનોલાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે