એઝ્યુરાઇટ (ચેસીલાઇટ) : તામ્ર ધાતુખનિજ. રા.બં. – Cu3(CO3)2(OH)2; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – લંબચોરસ કે ટૂંકા પ્રિઝમ સ્ફટિક, જથ્થામય કે ગઠ્ઠા જેવાં સંકેન્દ્રણ અને પાતળાં પડ કે છાંટ સ્વરૂપે; રં. – આછો વાદળીથી ઘેરો વાદળી; સં. – અલ્પવિકસિત; ચ. – કાચમયથી હીરક; ભં.સ. – વલયાકાર, બરડ; ચૂ. – વાદળી; ક. – 3.5થી 4.00; વિ. ઘ. – 3.7થી 3.8; પ્રા. સ્થિ. – તાંબાના ધાતુખનિજ-નિક્ષેપોના ઑક્સિડેશન વિભાગમાં પરિણામી ખનિજ તરીકે મેલેકાઇટ અને અન્ય ખનિજો સાથે, ભારતમાં બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં તાંબાના ધાતુખનિજ-નિક્ષેપો સાથે તે મળી આવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે