ઍન્ડેસિન : પ્લેજિયોક્લેઝ શ્રેણીનું ખનિજ. રા. બ. – mNaAlSi3O8 સાથે nCaAl2SiO8, Ab70An30 – Ab50 An50; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – ‘b’ અક્ષને સમાંતર ચપટા સ્ફટિક, સામાન્યત: જથ્થામય કે દાણાદાર, યુગ્મતા સામાન્ય જેવી કે કાર્લ્સબાડ, આલ્બાઇટ અને પેરિક્લિન નિયમ પ્રમાણે; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી; સં. – આલ્બાઇટ મુજબ; ચ. – કાચમય; ભં. સ. – ખરબચડીથી વલયાકાર, બરડ; ચૂ. – સફેદ, ક. – 6.0થી 6.5; વિ. ઘ. – 2.66-2.68; પ્ર. અચ. – (અ) વક્રી – α = 1.543, β = 1.476-1.548, γ = 1.551; (બ) 2v = 76oથી 86o; પ્ર. સં. દ્વિઅક્ષી (+ve અથવા -ve); પ્રા. સ્થિ. સાયનાઇટ, ડાયોરાઇટ, ઍન્ડેસાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં તેમજ ગ્રૅનાઇટ નાઇસ ઍમ્ફિબોલાઇટ જેવા વિકૃત ખડકોમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે