ઍન્ડેલ્યુસાઇટ : એલ્યુમિનોસિલિકેટ ખનિજ. સ્વચ્છ, પારદર્શક હોય તો રત્ન ગણાય. રા. બં. : Al2O3SiO2; સ્ફ. વ. : ઑર્થોરહોમ્બિક; સ્વ. : મોટા પ્રિઝમસ્વરૂપ સ્ફટિક, સ્તંભાકાર અથવા તંતુમય જથ્થામાં; રં. : ગુલાબી, રતાશ પડતો કથ્થાઈ, સફેદ, જાંબલી, લીલાશ પડતો કે રાખોડી; સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર; ચ. : કાચમય; ભં. સ. : ખરબચડીથી વલયાકારસમ બરડ; ચૂ. – રંગવિહીન; ક. : 6.5થી 7.5; વિ. ઘ. : 3.13થી 3.16; પ્ર. અચ. : (અ) વક્રી-α = 1.629થી 1.640, β = 1.663થી 1.644, γ = 1.638થી 1.650 (બ) 2γ = 73oથી 86o, પ્ર. સં. : દ્વિઅક્ષી (-ve)ત; પ્રા. સ્થિ. : મુખ્યત્વે માઇકાશિસ્ટ, નાઇસ, સ્લેટ જેવા વિકૃત ખડકોમાં સિલિમેનાઇટ, કાયનાઇટ, કોર્ડિરાઇટ અને કોરન્ડમ તેની સાથે મળી આવતી ખનિજો છે. ચાયેસ્ટોલાઇટ આ ખનિજનો એક પ્રકાર છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે