ઍનહાઇડ્રાઇટ : અગત્યનું કૅલ્શિયમ ખનિજ. રા. બં. : CaSO4; સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ કે મેજ આકારના સ્ફટિક, દાણાદાર, તંતુમય (fibrus) અથવા દળદાર (massive); રં. : રંગવિહીન, સફેદ, ભૂખરો, ગુલાબી, જાંબલી, રતાશ પડતો, કથ્થાઈ કે વાદળી; સં. : પિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. : સંભેદ સપાટી પર મૌક્તિક, કાચમય; ભં. સ. : ખરબચડી, પટ્ટાદાર કે તંતુમય પ્રકારમાં કરચશીલ; ચૂ. : સફેદ કે ભૂખરો સફેદ; ક. : 3.5; વિ. ઘ. 2.98; પ્ર. અચ. : (અ) વક્રી. α = 1.5698, β = 1.574, γ = 1.6136, (બ) 2γ 43o41′; પ્ર. સં. : – દ્વિઅક્ષી (+Ve); પ્રા. સ્થિ. જિપ્સમ, મીઠાના સ્તરો, ડોલોમાઇટ અથવા ચૂનાખડક સાથે અગત્યની ખનિજ તરીકે, શિરાનિક્ષેપો તેમજ જ્વાળામુખી ખડકોના કોટરોમાં; ઉ. : ખાતર તરીકે; પ્લાસ્ટર, સિમેન્ટ, સલ્ફેટ અને ગંધકના તેજાબના ઉત્પાદન માટે.
વ્રિજવિહારી દીનાનાથ દવે