ઍક્સિનાઇટ : એક પ્રકારનું ખનિજ. રા. બં. – (Ca, Mn, Fe, Mg)3 Al2BSi4O15(OH); સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – પાતળા ધારદાર લંબચોરસ સ્ફટિક અથવા જથ્થામય; રં. – રંગવિહીન, પીળો, આછો જાંબલીથી લાલાશ પડતો; સં. – બ્રેકિપિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. – કાચમય; ભં.સ. – ખરબચડી, વલયાકાર, બરડ; ક. -6.5-7.00; વિ. ઘ. – 3.27; પ્ર. અચ. – (અ) વક્રી. – α = 1.674-1.693, β = 1.681-1.701, γ = 1.684-1.704; (બ) 2V = 63o – 80o, પ્ર. સં. – દ્વિઅક્ષી (-ve); પ્રા. સ્થિ. – ઉષ્ણતાવિકૃતિ અને કણશ: વિસ્થાપન પ્રક્રિયાઓના ખનિજ તરીકે મુખ્યત્વે મળી આવે છે. સાથે મળી આવતાં અન્ય ખનિજોમાં કૅલ્સાઇટ, ક્વાર્ટ્ઝ, પ્રેહનાઇટ, ઝૉઇસાઇટ, ઍક્ટિનોલાઇટ વગેરેનો સમાવેશ થાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે