ઉપાધ્યાય : અધ્યાપન કરીને આજીવિકા ચલાવતો અધ્યાપક. જેની પાસે (उप) જઈને અધ્યયન કરવામાં આવે છે તેને ઉપાધ્યાય કહે છે. એક વ્યાખ્યા પ્રમાણે જે પોતાની આજીવિકા ચલાવવા માટે વેદનો કોઈ એક ભાગ તથા વેદાંગો ભણાવે છે તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. (एकदेशं तु वेदस्य वेदाङ्गान्यपि वा पुनः । योडध्यापयति वृत्यर्थं उपाध्यायः स उच्यते ।।)
જૈનોના પ્રસિદ્ધ નમસ્કારમંત્રમાં ઉપાધ્યાયને પંચ પરમેષ્ઠિ પૈકીના એક ગણી તેમને ચોથા નમસ્કાર કરવામાં આવે છે.
પરમાનંદ દવે