ઇન્સડોક : (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર
January, 2002
ઇન્સડૉક (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર — INSDOC) : યુનેસ્કોની તકનીકી સહાયથી 1952માં દિલ્હીમાં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. તેનો મુખ્ય ઉદ્દેશ સંશોધનસંસ્થાઓ તથા ઉદ્યોગમાં કામ કરતા વૈજ્ઞાનિકોને વિજ્ઞાનવિષયક માહિતી મેળવી આપવાનો છે. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના એક ઘટક તરીકે નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, ન્યૂ દિલ્હીની વહીવટી અધીનતામાં 1963 સુધી તેનું કામકાજ ચાલતું હતું. પછી (1989માં) તે સ્વતંત્ર સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવી. બૅંગાલુરુ (બૅંગ્લોર), કૉલકાતા(કલકત્તા) અને ચેન્નાઈ(મદ્રાસ)માં તેનાં પ્રાદેશિક કેન્દ્રો આવેલાં હતાં.
30 સપ્ટેમ્બર, 2002થી આ સેન્ટર નિસ્કોમ : (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ કૉમ્યુનિકેશન) સાથે ભળી જતાં હવે નિસ્કેર : (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ કૉમ્યુનિકેશન ઍન્ડ ઇન્ફર્મેશન રિસોર્સીસ)થી જાણીતું છે.
જુઓ : નિસ્કેર
રમેશ શાહ
ઊર્મિલા ઠાકર