ઇકેબાના (Ikebana) : જીવંત પુષ્પો ગોઠવવાની વિશિષ્ટ પ્રકારની કળા. આ શબ્દ મૂળ જાપાની ભાષાનો છે,
આ ગોઠવણીમાં પુષ્પો કે પુષ્પગુચ્છોના ત્રણ સ્પષ્ટ સ્તર પ્રયોજવામાં આવે છે : સૌથી ઉપરનો સ્તર સ્વર્ગનો, વચલો સ્તર પૃથ્વીનો અને નીચલો સ્તર નરકનો સૂચક ગણાય છે. એ સ્તરોની ગોઠવણીમાં એક બાજુ સ્વર્ગ, તેની પછી પૃથ્વી અને પછી નરક અથવા વચમાં સ્વર્ગ, એક બાજુ પૃથ્વી અને બીજી બાજુ નરક એવું પુષ્પ-આયોજન પણ કરી શકાય.
મ. ઝ. શાહ