આલ્બર્ટા : કૅનેડાના પશ્ચિમ ભાગમાં આવેલ એક પ્રાંત. 540 ઉ. અ. અને 1130 પ. રે.ની આજુબાજુ આવેલા આલ્બર્ટાનું ક્ષેત્રફળ 6,61,185 ચોરસ કિમી. છે. સમગ્ર રાજ્ય ઊંચા પહાડો અને જંગલો વધુ પ્રમાણમાં ધરાવે છે.
પરિણામે અહીં જાન્યુઆરીમાં તાપમાન -480 સે. સુધી નીચું જાય છે, જ્યારે જુલાઈમાં 340 સે. સુધી પહોંચે છે. નદીઓ અને સરોવરોનું પ્રમાણ વધુ હોવાથી આલ્બર્ટાના કુલ વિસ્તારનો 6.6 ટકા ભાગ પાણી હેઠળ રોકાયેલો છે. રાજ્યમાં કુલ વસ્તી 2021 મુજબ 44,36,258 જેટલી છે, એટલે કે કૅનેડા દેશની ફક્ત 7.5 ટકા વસ્તી અહીં વસે છે. આલ્બર્ટાનું પાટનગર ઍડમૉન્ટન છે. કાલગેરી, ડ્રમહેલર, મેડિસીનહેટ, રેડ ડિયર, લેથબ્રિજ, ગ્રાન્ડ પ્રેરી વગેરે બીજાં મહત્વનાં શહેરો છે.
ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ