અહવાલે સરકારે ગાયકવાડ : વડોદરાના ગાયકવાડ રાજાઓનો તેમના રાજ્યના આરંભથી ઈ. સ. 1818 સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ. તેના કર્તા મુનશી સારાભાઈ બાપાભાઈ મહેતા છે, જે ભોળાનાથના પિતા અને મહાન ગુજરાતી સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાના પિતામહ થાય છે. આ ઇતિહાસમાં મરાઠાકાલીન ગુજરાત વિશે માહિતી મળે છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ