અશ્વગંધારિષ્ટ

January, 2001

અશ્વગંધારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. મુખ્યત્વે અશ્વગંધા અને તેની સાથે મૂસળી, મજીઠ, હરડે, હળદર, દારૂહળદર, જેઠીમધ, રાસ્ના, વિદારીકંદ, અર્જુન, નાગરમોથ, નસોતર, અનંતમૂળ, શ્યામા, શ્વેતચંદન, રતાંજળી, વજ અને ચિત્રકમૂળના કવાથમાં મધ તથા ધાવડીનાં ફૂલ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, ઇલાયચી, પ્રિયંગુ તથા નાગકેશરનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી અરિષ્ટ તૈયાર કરી તેમાંથી એકથી બે તોલા પ્રમાણમાં પાણી સાથે લેવાથી મૂર્ચ્છા, વાઈ, શોષ, ગાંડપણ, દૂબળાપણું, અર્શ, અવિડા વગેરમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા