અબ્જદ પદ્ધતિ : અરબી ભાષામાં ‘પાકિસ્તાન’ના ‘પ’ સહિતના કેટલાક ઉચ્ચારો ન હોવા છતાં તે શબ્દલાલિત્ય, સાહિત્યમાધુર્ય અને વાક્ચાતુર્યની નજરે જગતની એક સર્વોત્તમ ભાષા છે. સંસ્કૃત અને તેની સંબંધિત ભાષાઓના 36 મૂળાક્ષરોની સરખામણીમાં અરબી ભાષા 28 મૂળાક્ષરો ધરાવે છે. એ દરેક મૂળાક્ષરને ‘અબ્જદ’ નામથી ઓળખાતી અને અરબી તથા તેની સંબંધિત ભાષાઓ સિવાય જગતની બીજી કોઈ પણ ભાષામાં જોવા ન મળતી એક રસપ્રદ, વિરલ અને અદભુત પદ્ધતિ હેઠળ 1થી 1000 સુધીના આંક આપવામાં આવ્યા છે. ‘અબ્જદ’ પદ્ધતિ હેઠળ અરબી ભાષાના દરેક મૂળાક્ષરને કેટલો આંક આપવામાં આવ્યો છે તેની વિગતો નીચે મુજબ છે :
(1) | અલિફ | = | 1 | (15) | સીન – નાની | = | 60 |
(2) | બે | = | 2 | (16) | ઐન | = | 70 |
(3) | જીમ | = | 3 | (17) | ફે | = | 80 |
(4) | દાલ | = | 4 | (18) | સ્વાદ | = | 90 |
(5) | હે – નાનો | = | 5 | (19) | કાફ – મોટો | = | 100 |
(6) | વાવ | = | 6 | (20) | રે | = | 200 |
(7) | ઝે | = | 7 | (21) | સીન – મોટી | = | 300 |
(8) | હે – મોટો | = | 8 | (22) | તે | = | 400 |
(9) | તોય | = | 9 | (23) | સે | = | 500 |
(10) | યે | = | 10 | (24) | ખે | = | 600 |
(11) | કાફ – નાનો | = | 20 | (25) | ઝાલ | = | 700 |
(12) | લામ | = | 30 | (26) | દવાદ | = | 800 |
આ પદ્ધતિ અનુસાર કોઈ પણ શબ્દ કે વાક્યમાંના અક્ષરોના આંકોનો સરવાળો કરી શકાય છે અને જે આંકડો આવે તેને શબ્દ કે વાક્યની બદલીમાં વાપરી શકાય છે. આનો સૌથી પ્રચલિત દાખલો ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’ના સ્થાને વપરાતો ‘786’નો આંકડો છે. ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’ વાક્યમાં કુલ 21 અક્ષરો છે. ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ્’નું વાક્ય ‘બિસ્મિલ્લાહ’, ‘અર્રહમાન’ અને ‘અર્રહીમ’ – એ ત્રણ શબ્દોનું બનેલું છે. એમાંથી પહેલા શબ્દમાં ‘લામ’ બે વાર આવે છે તથા બીજા અને ત્રીજા શબ્દમાં ‘રે’ બે વાર આવે છે. ‘અર્રહમાન’ અને ‘અર્રહીમ’ શબ્દોની શરૂઆતમાં ‘અલિફ’ અને ‘લામ’ અક્ષરો (8મો, 9મો, 15મો અને 16મો અક્ષર) લાગેલા છે; પરંતુ ત્રણેય શબ્દો સાથે બોલતાં એ બન્ને ‘અલિફો’ અને ‘લામો’ ‘સાયલન્ટ’ બની જાય છે, એટલે કે તેનો ઉચ્ચાર થતો નથી. એટલે કે બિસ્મિલ્લાહ + અર્રહમાન + અર્રહીમ = બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ થઈ જાય છે.
હવે આપણે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમના બધા અક્ષરોનો ‘અબ્જદ’ પદ્ધતિ મુજબના આંકોનો સરવાળો કરી જોઈએ. આ 21 અક્ષરો અને તેના આંક આ પ્રમાણે છે :
બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમના 21 અક્ષરો – 3 શબ્દોના ‘અબ્જદ’ પદ્ધતિ મુજબ આ પ્રમાણે સરવાળો 786 થાય છે. આ કારણથી મોટા ભાગના લોકો પત્ર કે લખાણની શરૂઆતમાં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમના બદલે 786 વાપરે છે. કારણ કે તેમને ‘અબ્જદ’ પદ્ધતિની અદભુત આંટીઘૂંટીની ખબર હોય કે ન હોય, પરંતુ એટલી તેમને ખાતરી છે કે 786નો અર્થ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ થાય છે અને બીજી રીતે ગુજરાતી ભાષામાં આનો અર્થ થાય છે ‘શરૂ કરું છું અલ્લાહના નામથી, જે કૃપાળુ અને દયાળુ છે.’
કુરાને શરીફમાં સૌથી પહેલી સુરા – ‘સુરતુલ ફાતેહા’ની સૌથી પહેલી આયાત ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’ છે. કુરાને શરીફની એક માત્ર ‘સુર-એ-તૌબા’ નામની સુરાને બાદ કરતાં તમામ ‘સુરા’ઓની શરૂઆતમાં ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’ આવે છે; પરંતુ તેની આયાત તરીકેની ગણતરી માત્ર ‘સુરતુલ ફાતેહા’ નામે કુરાને શરીફની પ્રથમ ‘સુરા’માં જ કરવામાં આવી છે. બીજી બધી સુરાઓમાં તેમને આયાતોની ગણતરીમાં શામિલ કરવામાં આવી નથી. પત્રો કે લખાણની શરૂઆતમાં ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’ લખવાનો શિરસ્તો હઝુરે અકરમ(સ.)ના સમયથી શરૂ થયો, જે અત્યાર સુધી જળવાઈ રહ્યો છે.
અકબર ખોજા