અનુયાજ : પ્રધાન યાગની સમાપ્તિ વખતે થતું ગૌણ કે પૂરક યજ્ઞાનુષ્ઠાન. (अनु + यज् + धञ् = अनुयाग). પ્રાચીન વૈદિક દર્શપૌર્ણમાસેષ્ટિ યાગમાં પ્રધાન યાગ કે દેવતાના યાગની પહેલાં વિશિષ્ટ પાંચ દેવતાઓને ઉદ્દેશીને પાંચ વિશિષ્ટ આહુતિઓ અપાય છે તે પ્રયાજયાગ; અને પ્રધાન યાગ થયા પછી બર્હિ:, નરાશંસ અને સ્વિષ્ટકૃત્ અગ્નિ એમ ત્રણ દેવતાઓને ઉદ્દેશીને આજ્ય (વીગરેલું ઘી) દ્વારા આહુતિઓ અપાય છે તે અનુષ્ઠાનને અનુયાજ કહેવામાં આવે છે.
ભગવતીપ્રસાદ પંડ્યા