અંતર્ભેદિત અગ્નિકૃત ખડકો (instrusive igneous rocks) : મૅગ્માજન્ય અંતર્ભેદનો દ્વારા પોપડાના જુદા જુદા વિસ્તારોમાં અસ્તિત્વમાં આવતા ખડકો. મુખ્યત્વે કોઈ પણ પ્રકારના અંત:કૃત ખડકો કે ભૂમધ્યકૃત ખડકોનો આ શીર્ષક હેઠળ સમાવેશ થાય છે. ગ્રૅનાઇટ, સાયનાઇટ, ગ્રૅનોડાયોરાઇટ, ડાયોરાઇટ, ગેબ્બ્રો, પેગ્મેટાઇટ, ડોલેરાઇટ, ગ્રૅનોફાયર, લેમ્પ્રોફાયર્સ તથા અલ્ટ્રાબેઝિક ખડકો એનાં ઉદાહરણો છે.
ગિરીશભાઈ પંડ્યા