હ્યુલેન્ડાઇનટ (heulandite)

February, 2009

હ્યુલેન્ડાઇનટ (heulandite) : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : (Ca, Na2)Al2Si7O18·6H2O. સ્ફ. વર્ગ : મોનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટ્રેપેઝોઇડલ, મેજઆકાર(010)ને સમાંતર, જૂથમાં મળતા સ્ફટિકો ક્યારેક ઓછા સમાંતર; દળદાર અને દાણાદાર પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : પૂર્ણ (010) ફલક પર. પ્રભંગ : ખરબચડો, બરડ. ચમક : કાચમય; (010) ફલક પર મૌક્તિક. રંગ : રંગવિહીન, શ્વેત, રાખોડી, પીળો, ગુલાબી, લાલ, કથ્થાઈ. ચૂર્ણ રંગ : રંગવિહીન. કઠિનતા : 3.5થી 4. વિ. ઘ. : 2.1થી 2.2. પ્રકા. અચ. : α = 1.496, β = 1.498, ϒ = 1.504. પ્રકા. સંજ્ઞા : +Ve, 2v = 35°.

હ્યુલેન્ડાઇટ : ખનિજ તેમજ સ્ફટિક

પ્રાપ્તિસ્થિતિ : અન્ય ઝિયોલાઇટના સંકલનમાં તે બેસાલ્ટ અને ઍન્ડેસાઇટ ખડકોની બખોલોમાં મળે છે; રેતીખડકો અને સ્તરબદ્ધ નિક્ષેપોમાં ઓછા પ્રમાણમાં મળી શકે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., હવાઈ, નોવાસ્કોશિયા, બ્રાઝિલ, આઇસલૅન્ડ, સ્કાઇ ટાપુ, સ્કૉટલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, જર્મની, યુગોસ્લાવિયા, રશિયા, ભારત, જાપાન, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા.

ગિરીશભાઈ પંડ્યા