સ્કૅગર-રૅક : ઉત્તર સમુદ્રનો ફાંટો. આ ફાંટો ઉત્તરના નૉર્વે-સ્વીડનને દક્ષિણના ડેન્માર્કથી અલગ પાડી આપે છે. તેની લંબાઈ 209 કિમી. જેટલી છે. તે ઉત્તર સમુદ્ર અને કટીગૅટ વચ્ચે કડીરૂપ હોવાથી તેનું મહત્વ છે. તેની બે ખાડીઓ બાલ્ટિક સમુદ્રમાં જવાના પ્રવેશમાર્ગો બની રહેલી છે. જુટલૅન્ડના કાંઠા પર જહાજો માટે સારું બારું અસ્તિત્વ ધરાવતું નથી. આ ફાંટાનો કાંઠો જોખમકારક રેતી-કિનારાવાળો બની રહેલો છે; પરંતુ 130 કિમી.ને અંતરે આવેલા નૉર્વેની ધારે ધારે ઘણાં સારાં બારાં આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા