સૉલ્ટો : દક્ષિણ અમેરિકાના ઉરુગ્વેનું બીજા ક્રમે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 23´ દ. અ. અને 57° 58´ પ. રે.. તે પાયસાન્ડુથી ઉત્તરે 97 કિમી. આવેલું છે. આ શહેર ઉત્તર ઉરુગ્વેના ખેડૂતો અને ભરવાડો માટેના અગત્યના વેપારી કેન્દ્ર તરીકેની જરૂરિયાતો પૂરી પાડે છે. આ વિસ્તારમાં થતી નારંગીની ખેતીને કારણે આ શહેરને નારંગીનું શહેર પણ કહે છે.

જાહનવી ભટ્ટ