સમુતિરામ, સુ ‘કદલ મણિ’

January, 2007

સમુતિરામ, સુકદલ મણિ’ (. 15 ડિસેમ્બર 1941, તિપ્પનામપત્તી, જિ. નેલ્લાઈ, કટ્ટાબોમ્માન, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ.ની ડિગ્રી મેળવી. પછી તેઓ ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસ, ફિલ્ડ પબ્લિસિટીના જોઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યારબાદ તેમણે 1990-92 અને 1992-94 સુધી દૂરદર્શન અને ટીવી. ન્યૂઝ એડિટર તરીકે કામગીરી સંભાળી.

તેમણે અત્યાર સુધીમાં 31 ગ્રંથો આપ્યા છે. તે પૈકી તેમના લોકપ્રિય અને ઉલ્લેખનીય ગ્રંથો છે : ‘ઓરુ કોટ્ટુક્કુ વેલિયે’ (1977); ‘છોટુ પટ્ટલમ્’ (1987); ‘સમિયાદિગલ’ (1991); ‘નિળલ મુકંગલ’ (1991); ‘વડમલ્લી’ (1994) નવલકથાઓ; ‘વેરિલ પળુતા પાલ’ (1989, લઘુનવલો); ‘ઓરુ સતિયાથિન અળુગાઈ’ (1979), ‘મનુદાતિન નનયાંગલ’ (1982 અને 1985), ‘યાનઈ પૂચિગલ’ (1994) ટૂંકી વાર્તાઓ અને ‘લિયો ટૉલ્સ્ટૉય’ (1987) નાટક છે. તેમના ઘણા ગ્રંથો અન્ય ભારતીય તેમજ વિદેશી ભાષાઓમાં અનૂદિત કરાયા છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ગવર્નમેન્ટ ઑવ્ તમિલનાડુ ઍવૉર્ડ (ત્રણ વખત); તાન્જાવુર તમિળ યુનિવર્સિટી તરફથી તમિળ અન્નાઈ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા