The Indian National Theatre (INT) – a theatre organisation and troupe performing predominantly Gujarati theatre.

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT)

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT) : ગુજરાતની અગ્રણી નાટ્યસંસ્થા. સ્થાપના : 1943. 1942ના આંદોલનમાં કારાવાસ ભોગવનાર સમાજવાદી વિચારસરણીના નવલોહિયા જવાનોએ, રંગમંચ લોકશિક્ષણનું મહત્વનું માધ્યમ છે એ વાત સ્વીકારીને ઇન્ડિયન નૅશનલ થિયેટરની સ્થાપના કરી. એ વખતના એમના સહભાગીઓ હતા કટારલેખક અને નામાંકિત અર્થશાસ્ત્રી રોહિતભાઈ દવે, વિવેચક બાબુભાઈ ભૂખણવાલા, ચંદ્રકાન્ત દલાલ, બચુભાઈ સંપટ…

વધુ વાંચો >